રાજકોટ:મજેવડી દેવતણખી ધામ સહિત ધર્મસ્થાનો ખાતે અષાઢી બીજ મહોત્સવ નહીં યોજાય

ધોરાજી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલની કોરોના મહામારીના સમયે અષાઢી બીજ મહોત્સવ કાર્યક્રમો બંધ રખાયા

મજેવડી દેવતણખી ધામ સહિત ધર્મસ્થાનો ખાતે હાલની કોરોના મહામારીના સમયે અષાઢી બીજ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો બંધ રખાયા છે. સમસ્ત લુહાર સમાજના યાત્રાધામ સમાન ત્રણ ધર્મસ્થાનો ખાતે દર વર્ષે યોજાતી અષાઢી બીજ મહોત્સવ આ વર્ષે કોરાના મહામારીના સમયમાં કાર્યક્રમો બંધ રખવા નિર્ણય કર્યો છે.

દર અષાઢી બીજે અંદાજે એક લાખથી વધુ લોકો દર્શન માટે ઊમટી પડે છે
દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ, રાજુભાઈ પિત્રોડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં લુહાર સમાજના ત્રણ મોટા ધર્મ સ્થાનો આવેલા છે જેમાં દર વર્ષે અષાઢીબીજ મહોત્સવ ભવ્ય રીતે યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના સમયમાં અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે જનમેદની મોટી સંખ્યામાં ભેગી થાય છે આવા સમયે રાજ્ય સરકારનો પ્રતિબંધ હોવાને કારણે તેમજ વધુ સંક્રમણ ફેલાય નહીં તે માટે ત્રણ ધર્મસ્થાનો જેમાં જૂનાગઢ જિલ્લાનું મજેવડી સંત દેવતણખી દાદા અને પુત્રી લીરલબાઈ માતાજીની ચેતન સમાધિ સ્થાન છે જ્યાં દર અષાઢી બીજે અંદાજે એક લાખથી વધુ લોકો દર્શન માટે ઊમટી પડે છે તેમજ ધ્વજારોહણ, રથયાત્રા, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે સંપૂર્ણપણે કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. તેમજ દર્શન માટે પણ મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના ત્રણ મોટા યાત્રાધામ ગણાતા મજેવડી દેવતણખી ધામ બોખીરા દેવતણખી દાદા નો જન્મ સ્થાન તેમજ આટકોટ સતી લોયણ માતાજીનું મંદિર ત્રણે-ત્રણ ધર્મસ્થાનો ખાતે અષાઢી બીજ મહોત્સવ બંધ રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...