તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધોરાજીના વેગડીના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઇ

ધોરાજી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધોરાજીના વેગડી ગામે દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ સામે જિલ્લા કલેક્ટરે પાસા વોરંટ મંજૂર કરતાં રૂરલ પોલીસની ટીમે તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેગડીના ભાવેશ ભોજાભાઇ કોડિયાતરને વિદેશી દારૂના કેસમાં ઝડપી લીધો હતો અને આરોપી અવારનવાર ગુનાહિત પ્રવૃતિ આચરતો હોય તેની વિરુદ્ધ પાસાની કાર્યવાહીની દરખાસ્ત કરાતાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનએ પાસા હેઠળ કાર્યવાહી કરી તેનું વોરંટ રાજકોટ જિલ્લા પોલીસ વડાને સોંપતા રાજકોટ રૂરલ એલસીબી પીઆઇ એ.આર ગોહિલ, પી એસ આઈ કોલાદરા, મહેશભાઈ જાની ,શક્તિસિંહ જાડેજા તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજાને સાથે રાખી આરોપીને ઝડપી લઇને પાસા હેઠળ સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો