તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:જામકંડોરણામાં રસ્તાઓના નવીનીકરણ માટેના કામ મંજૂર

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામકંડોરણા મત વિસ્તારમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા રસ્તાઓના નવિનીકરણ માટેના કામો મંજૂર કરાયા છે.

જામકંડોરણા વિધાનસભા મત વિસ્તારમાં પાંચ જેટલા રસ્તાઓના નવિનીકરણ માટે જયેશભાઇ રાદડીયાની રજૂઆતના પગલે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામો મંજૂર કરાયા છે.

જામકડોરણા પંથકમાં વર્ષાઋતુ દરમ્યાન પાણીના વહેણના પ્રશ્નોથી થતી વાહન વ્યવહારની સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનો પ્રજાની ચિંતાનો પડઘો પાડતી રજૂઆત ધ્યાને લઇ રાયડીના પાટિયાથી ઇશ્વરીયા, નાના દુધીવદર રોડને અંદાજીત રૂ. 47 લાખના ખર્ચે તથા નાના દુધીવદરથી ફોફળ-૧ સિંચાઇ રસ્તા પરના કોઝવે કામના રૂ. 25.50 લાખ ખર્ચે કુલ મળીને રૂ. 72.50 લાખના કામો મંજૂર કરવાની જયેશભાઇ રાદડીયાની રજૂઆતના પગલે સરકારશ્રીના સિંચાઇ વિભાગ દ્વારા જરૂરી મંજૂરી અપાઈ છે.

જામકંડોરણા, જેતપુરમાં મત વિસ્તારમાં રોડ-રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...