સ્થાનિક સ્તરે મળશે સુવિધા:ધોરાજીની સિવિલમાં ફિઝિશિયન, ઓર્થોપેડિક, એમડીની નિમણૂક

ધોરાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદના ધક્કા નહીં થાય

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી નિષ્ણાંત તબીબો ન હોવાની ફરિયાદો ઉઠતી હતી અને દર્દીઓને અમુક અસામાન્ય સંજોગોમાં રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે આ સ્થિતિનો નિવેડો આવી ગયો છે અને સિવિલમાં એમડી, ફિઝિશ્યન અને ઓર્થોપેડિક નિષ્ણાંતની નિમણુંક કરી છે.

ધોરાજી સિવિલમાં નિષ્ણાંત તબીબો, ડોકટરો ન હોવાથી લોકોને સારવાર મેળવવામાં પારાવાર હાલાકી ભોગવવી પડતી હતી, અને નિષ્ણાંત તબીબો, સ્ટાફની નિમણુંક કરવા માટે ધોરાજીની વિવિધ સંસ્થાઓ,આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેનો પડઘો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર દ્વારા અગાઉ પણ ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો, ડોકટરોની નિમણુંક કરવાં મામલે અવારનવાર અહેવાલો પ્રસિધ્ધ કરાતાં તેના આરોગ્ય તંત્રમા પડઘા પડ્યા અને અંતે સરકારી હોસ્પિટલમાં 3 નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂંક કરી છે. ધોરાજી સિવિલ છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એમડી, ફિઝિશ્યન, હાડકાના ડોક્ટર સહિતના ડોક્ટરોની નિમણુંક કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા તબીબોની નિમણુંક કરવાંની કાર્યવાહી હાથ ધરી હતી

સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી હોસ્પિટલમાં એમડી ફિઝીશ્યન ડો. રુતવી શાહ તથા હાડકાના ડોક્ટર (ઓર્થોપેડીક) ડો. અનંત પ્રજાપતિ અને આંખના ડોક્ટર તરીકે રુતવીબેન પરમારની નિમણુંક કરવામાં આવી છે. થોડા દિવસમાં હોસ્પીટલમાં નવા ડોક્ટર હાજર થશે અને લોકોને ઘર આંગણે આધુનિક સરકારી હોસ્પિટલમાં આ નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓનો લાભ મળનાર છે.

અન્ય સમાચારો પણ છે...