લાભ:ભાદર-2 ડેમનું પાણી સિંચાઇ માટે છોડવાની જાહેરાત, શિયાળુ પાકને પિયતનો મળશે લાભ

ધોરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 194 MCFT પાણી મળતાં કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા, ધોરાજી પંથકના પાક જીવી જશે

ધોરાજી ભાદરડેમ-2 ભૂખીનું પાણી સિંચાઈ માટે છોડવા સાંસદ રમેશભાઈ ધડૂકની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાકના પિયત માટે મંજૂરી અપાતાં ખેડૂતોમાં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી છે. છેલ્લા થોડા સમયથી મોસમ થોડી બદલાઇ છે અને તેના મિજાજને પારખીને ખેતી કરતા ખેડૂતોને પણ માવઠાંના લીધે નુકસાની સહેવાનો વારો આવ્યો છેે તો બીજી તરફ હવે શિયાળુ પાક તૈયાર થવામાં હોઇ, પાણીની જરૂર છે

ત્યારે ખરા સમયે જ ભાદર 2 ડેમના પાણીને સિંચાઇ માટે છોડવાની જાહેરાત કરવામાં આવતાં પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ધોરાજી પંથકના ખેડૂતોના પાકને નવું જીવન મળશે.પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકએ ધોરાજીના ભૂખી ગામે આવેલા ભાદરડેમ-2 નું પાણી શિયાળુ પાકની પિયત માટે છોડવા માટે ની રજૂઆત રાજ્ય સરકારના સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલને કરી હતી, જે માન્ય રહી હતી અને સિંચાઇ વિભાગે પાણી છોડવાની મંજૂરી આપી દીધી છે. આથી 194 અેમસીએફટી પાણી છોડવામાં આવનાર છે.

આ ભાદર 2 ડેમના પાણીનો સિંચાઈ માટેનો લાભ પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા, ધોરાજી પંથક ના ખેડૂતોને મળનાર છે. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકએ જણાવ્યું હતું કે સમયસર રજૂઆતો અને પાણી છોડવા માટેની મંજુરી મળી જતાં ખેડૂતોની હજારો એકર જમીનમાં તૈયાર થઇ રહેલા શિયાળુ પાકના પિયત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...