તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભૂતવડની નર્સિંગ કોલેજમાં પરીક્ષા મામલે ગુનો નોંધાયો

ધોરાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતી વિદ્યાપીઠમાં પરીક્ષાનો વીડિયો જાહેર થયો’તો

ધોરાજીનાં ભૂતવડ નર્સિંગ કોલેજમાં પરીક્ષા મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી વિધાપીઠમા કોરોના ગાઇડ લાઇનનો ઉલાળીયો કરી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હોવા અંગેનો વીડિયો જાહેર થતાં ભારે ચકચાર મચી હતી અને આ મુદે છે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ધોરાજીના ભૂતવડ નર્સિંગ કોલેજ ખાતે પરીક્ષા લેવાઇ હોવાનો વીડિયો વાયરલ થતા ધોરાજી પીઆઈ હકૂમતસિંહ જાડેજા સહિતના પોલીસે સ્ટાફે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે સરસ્વતી વિદ્યાપીઠ ખાતે દોડી જઈ સીસી ટીવીનાં ફૂટેજ મેળવી સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરીને નર્સિંગ કોલેજના ટ્રસ્ટી રણછોડભાઈ વઘાસિયા વિરુદ્ધ જાહેરનામાનો ભંગ બાબતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...