મંજૂરી:ધોરાજી નગરપાલિકાની સાધારણ સભામાં તમામ 30 એજન્ડાને મંજૂરી

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 14 સભ્ય ગેરહાજર, કોંગ્રેસના 18 સભ્યની બહુમતીથી ઠરાવ પસાર

ધોરાજી નગરપાલિકાની સાધારણ સભા તાજેતરમાં યોજાઈ હતી જેમાં તમામ 30 વિવિધ વિકાસલક્ષી એજન્ડાઓ મંજૂર કરી દેવાયા છે. નોંધનીય છે કે અગાઉ આ જ તમામ એજન્ડા પર ભાજપના બે સભ્યએ વાંધો ઉઠાવતાં મુદો પ્રાદેશિક કમિશનરની કચેરી સુધી પહોંચ્યો હતો અને કમિશનરે તમામ એજન્ડા પર સ્ટે આપ્યો હતો. જે અનુસંધાને આજના જનરલ બોર્ડમાં ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને કોંગ્રેસના હાજર 18 સભ્યોએ એજન્ડા બહુમતિથી પસાર કરાવ્યા હતા.

ધોરાજી નગરપાલિકા ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસના 18 જેટલા સભ્યોની બહુમતીથી નગરપાલિકાના 30 એજન્ડ જનરલ બોર્ડમાં મંજૂર કરાયા છે. ધોરાજી નગરપાલિકાની જનરલ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા સભાખંડની બહાર જે લેખિત વિરોધ કરવામાં આવ્યો હતો તેને જનરલ બોર્ડમાં ખારીજ કરવામાં આવ્યો હતો. પાલિકાના પ્રમુખ અંજનાબેન ભાસ્કરે જણાવ્યું હતું કે છેલ્લા સાડા ચાર વર્ષથી કોંગ્રેસ શાસિત નગરપાલિકા ધોરાજી શહેરના સાર્વજનિક વિકાસ માટે કામ કરી રહી છે.

ધોરાજી શહેરના તમામ વોર્ડમાં સપ્રમાણ રોડ રસ્તાના કામો કરી જનતા બાગનું નવિનિકરણ કરી શહેરના સાર્વજનિક વિકાસ કરવા પ્રયાસ કર્યો તે વિપક્ષને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે. જેથી વિપક્ષ દ્વારા અવારનવાર ધોરાજી નગરપાલિકાનું જનરલ બોર્ડ મંજૂર ન થાય અને વિકાસના કામોનો લાભ ધોરાજી શહેરના નાગરિકોને ન મળે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેમ છતાં કોંગ્રેસના સભ્યો તેમ જ ગ્રામજનોના સહકારને કારણે અમો અમારા વિકાસલક્ષી કાર્યોને નિરંતર આગળ ધપાવી રહ્યા છીએ અને હાલમાં પણ દિવાળી પૂર્વે ધોરાજી શહેરના મુખ્ય માર્ગો અને બજારોના રોડ રસ્તા ને નવીનીકરણ દ્વારા મઢવામાં આવી રહ્યા છે એ અમારા કાર્યોનો પુરાવો છે.

અન્ય સમાચારો પણ છે...