રક્તદાન, અંગદાન, ચક્ષુદાન વગેરેથી પણ આગળ મેડિકલ સાયન્સ પહોંચી ગયું છે અને આ માનવ દેહ મર્યા પછી પણ કોઇને ઉપયોગી થઇ શકે, કોઇને નવું જીવન આપી શકે અથવા તો કોઇની અઘરી અને કઠિન જીવન સફર આસાન બનાવી શકે છે જેમાં થોડા સમય પહેલાં વધુ એક સોપાનનો ઉમેરો થયો છે અને રાજકોટમાં સ્કીન બેંક સ્થપાઇ છે જેમાં તાલુકા કક્ષાએથી ધોરાજી ખાતેથી પહેલું સ્કીન ડોનેશન નોંધાયું હતું. ધોરાજીમાં રહેતા વૃધ્ધનું મૃત્યુ થતાં તેમના પરિવારે સ્કીન ડોનેશનનો નિર્ણય લીધો હતો.
ધોરાજીમાં મુસાફિર બંગલા પાસે રહેતા અચંદુભાઈ બચુભાઈ ઘાડીયા ઉ.વ.૬૨નું અવસાન થતાં તેમના પુત્ર હિરેનભાઈ ઘાડીયા અને બન્ને પુત્રીઓની સહમતીથી સ્વ. ચંદુભાઈ નુ સૌરાષ્ટ્રમાં પ્રથમ તાલુકા લેવલે ધોરાજી માં પ્રથમ સ્કીન ડોનેશન અપાયુ છે.
રાજકોટની સ્કીન બેંકમાં અત્યાર સુધીમાં કુલ 7 સ્કીન ડોનેશન એકઠાં થયા હતા અને હવે તેમા એકનો ઉમેરો થયો છે અને કુલ 8 સ્કીન ડોનેશન રાજકોટ સ્કીન બેંકમાં થયા છે. આ તકે રોટરી કલબ સ્કીન ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવી હતી અને સ્કીન ડોનેશન લેવાની કાર્યવાહી કરી હતી.
આ તકે ડોક્ટર પ્રકાશ નેનજી, ડો.અરૂણ અને ડો.હીના મકવાણાએ જણાવ્યું હતું કે સ્કીન ડોનેશનથી પાંચ વ્યકિતઓને નવજીવન મળશે. દાઝેલા દર્દીઓને અને મોટા ઓપરેશન જેમના થતા હોય તેમનામાં સ્કીન ડોનેશન મહત્વનું કામ કરે છે. બાદમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ગૌરવ હાંસલીયા દ્વારા સદગતનું ચક્ષુદાન કર્યું હતુ.આ તકે મામલતદાર જોલાપરાએ હાજર રહી સન્માન પત્ર આપ્યું હતું અને ચક્ષુઓને રાજકોટ જી ટી શેઠ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.