રજૂઆત:ગેરરીતિની તપાસ કરવાને બદલે ન્યાય માગનાર સામે કાર્યવાહી?: વસોયા

ધોરાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય લલિત વસોયાએ યુવરાજસિંહને સમર્થન જાહેર કર્યું
  • યુવરાજસિંહને ન્યાય આપવા મુખ્યમંત્રીને ધારાસભ્યની રજૂઆત

ધોરાજીના ધારાસભ્ય વસોયા યુવરાજસિંહને સમર્થન જાહેર કર્યું છે અને તેમની પડખે ઉભા રહ્યા છે. સરકારી ભરતીમાં થતી ગેરરીતિ ની તપાસ કરવાને બદલે ન્યાય માટે અવાજ ઉઠાવનાર સામે કાર્યવાહી અયોગ્ય ગણાવીને યુવરાજસિંહને ન્યાય આપવા ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

સરકારી ભરતીમાં ગેરરીતિ અને શિક્ષણના પ્રશ્ને અવાજ ઉઠાવનાર યુવાન યુવરાજસિંહ સામે સરકારે ગુનાઓ દાખલ કરી જેલમાં ધકેલતા લોકરોષ વધી રહ્યો છે.ત્યારે ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત વસોયાએ યુવરાજસિંહ સામે સરકારી કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે.

વસોયાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં વિવિધ સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિઓ અને શિક્ષણને લગતા પ્રશ્નો લઈને ગુજરાતના યુવા સંગઠન તથા વિદ્યાર્થી આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ન્યાય બાબતે જ્યારે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે તેમના અવાજને દાબી દેવાની નીતિ યોગ્ય નથી. સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિની તપાસ કરવાને બદલે ન્યાય મેળવવા આંદોલન કરતા વિદ્યાર્થીઓ પર અને વિદ્યાર્થી આગેવાનો પર કાર્યવાહી કરવી વાજબી નથી.

યુવરાજસિંહ જાડેજાએ પેપર કૌભાંડનો પર્દાફાશ કરીને સરકારની મદદ કરી છે અને ગેરરીતિ અટકાવી છે, એમને યોગ્ય ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા માટે તત્પર બનવું જોઈએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યોગ્ય ન્યાય મળે તેમજ વિવિધ સરકારી ભરતીઓમાં ગેરરીતિમાં પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...