ચુકાદો:ધોરાજીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદની સજા

ધોરાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિક બેંકની લોન પેટે એક લાખ ચૂકવવાના હતા
  • અદાલતે ચેક જેટલી જ રકમનો દંડ પણ ફટકાર્યો

ધોરાજી કોર્ટે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદ અને 1 લાખનું વળતર પણ ચૂકવવા હુકમ કર્યો છે.

ધોરાજીના પૂર્વ બેલીફ કમલ જયંતિલાલ એ રાજકોટ નાગરિક સહકારી બેંક ધોરાજી શાખામાંથી લોન લીધી હતી તે પૈકી એક લોન રૂપિયા એક લાખની હતી અને તેના લેણા હપ્તા પેટે ચેક આપેલો હતો.આ ચેક ક્લિયરિંગમાં જતાં આરોપી કમલ જયંતિલાલના ખાતામાં જમા રકમ પૂરતી ન હોય તે વગર વસુલાતે પરત આવેલ અને ધોરાજી શાખાના બ્રાન્ચ મેનેજર ભાર્ગવભાઈ પોપટએ ધોરાજીના એડવોકેટ યુવરાજસિંહ જાડેજા મારફતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

જે ફરિયાદમાં માત્ર પાંચ માસ જેવા ટૂંકા ગાળામાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રણવકુમાર મોદીએ ચુકાદો આપ્યો છે અને આરોપી કમલ જયંતિલાલ ને એક વર્ષની સજા અને ચેક જેટલી રકમનો દંડ ફટકારેલ છે અને ફરિયાદી બેંકને ફરિયાદની તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વળતર અપાવેલ છે. ધોરાજી કોર્ટે ફરિયાદ પક્ષના તમામ પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી ચુકાદો આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...