ધોરાજીમાં આજે 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ નિમિત્તે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે બાબતે પોલીસ નું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવનાર છે અને તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે.
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વ હોય રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી કાયદો અને વ્યવસ્થા જળવાય તે બાબતે 14 જાન્યુઆરીના પોલીસ સરકારી ગાઇડલાઇનનું પાલન કરાવવા સજ્જ છે અને તેના ભંગ બદલ કડકાઇથી કામ લેવામાં આવશે અને ઉમેર્યું હતું કે લોકો પતંગ મહોત્સવ ઘર પૂરતો જ રાખે. ઘર ધાબા ઉપર વધુ પડતા માણસો ભેગા ન કરી ડીજે સાઉન્ડ વગાડે નહીં. અગાસી ઉપર ખોટા અવાજો ઉભા ન કરે, ભારતીય બનાવટની દોરા અને તુક્કલ પતંગો વાપરે. અન્યથા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
14 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ હાથ ધરશે જેથી કોઈ લોકો ભંગ ન કરે તેની સાવચેતી રાખવા બાબતે પોલીસને મદદ કરવા જણાવેલ હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે પણ તકેદારી રાખવા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલે જણાવ્યું હતું. આરોગ્ય તંત્રએ પણ લોકોને તહેવારની ઉજવણીમાં કોરોનાને ન ભૂલવા તાકીદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.