કાર્યવાહી:ધોરાજીમાંથી ચોરીના અનેક કેસમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરાઇ

ધોરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોક આઈ CCTV પ્રોજેક્ટની મદદથી પોલીસે ઓપરેશન પાર પાડ્યું
  • મોટર સાયકલ, લેપટોપ, કેમેરા સહિત મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

ધોરાજી પોલીસે હોક આઈ સી.સી.ટીવી પ્રોજેક્ટની મદદથી ચોરીના ગુનામાં સંડોવાયેલા કૂખ્યાત શખ્સને મોટર સાયકલ, લેપટોપ, કેમેરા સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા કૂખ્યાત શખ્સને ધોરાજી પોલીસે ઝડપી પાડીને આકરી પુછપરછ હાથ ધરી છે, અને તેણે અગાઉ ક્યાં ક્યાં ચોરી કરી અને તેનો મુદામાલ ક્યાં સંતાડ્યો છે એ સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરછામાં આવી છે.

ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલ અને ડી. સ્ટાફના રમેશ બોદર સહિતના પોલીસ સ્ટાફે હોક આઈ સીસી ટીવી પ્રોજેક્ટની મદદથી રાજ્યમાં વિવિઘ સ્થળોએ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મનુ ઉર્ફે મનોજ કરમશી (ઉ.વ. 42 રે. જવારજ તા. ધોળકા) વાળાને બાતમીના આધારે ધોરાજીના તોરણીયા ગામ પાટીયા પાસેથી નીકળતા તેને અટકાવી તલાશી લેતા અને વાહનના જરૂરી કાગળો માગતા મોટરસાયકલ ચોરીનું હોવાનુ જાણમાં આવતા આરોપીની અટકાયત કરી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી.

જેમાં તેને ધોરાજી પાસેથી બાઇક, તારાપુર તાલુકામાંથી લેપટોપ અને શિહોર તાલુકામાંથી કેમેરા સહિતનો કિંમતી મુદ્દામાલની ચોરીની કબૂલાત આપવામાં આવી હતી. મુદ્દામાલ ધોરાજી પોલીસે કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ધોરાજી પીઆઇ અનિરુદ્ધસિંહ ગોહિલએ આરોપીના ગુનાની વધુ વિગતો મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...