તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ધોરાજીમાં સિદ્ધપુર પાટણના આધેડનો ફાંસો ખાઇ આપઘાત

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના જમનાવડ રોડ પર અજાણ્યા પુરૂષનો મૂતદેહ બાવળના ઝાડ પર લટકતો હોવાની જાણ થતા ધોરાજી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં મૃતદેહ સિધ્ધપુર પાટણના ઉમેશ ભીમદાસનો હોવાનું ખૂલતા મૃતકના દેહનું પીએમ કરાવીને તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસના તપાસનીશ અધિકારી ભીમભાઈ ગંભીરે જણાવ્યું હતું કે બાવળના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતક ઉમેશ ભીમદાસની લાશ મળી આવતાં પીએમ કરાવીને તપાસ હાથ ધરી છે. સિધ્ધપુર પાટણના આધેડે ધોરાજીમાં આવીને શા માટે આપઘાત કરવો પડ્યો અને શું કારણ હતું કે તેમણે મોત માગી લીધું.

અન્ય સમાચારો પણ છે...