તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાર્કોટિક્સ એક્ટ:ભૂખી ગામમાંથી 3. 62 લાખના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંજા સહિતનો મુદામાલ કબજે લેવાયો હતો. - Divya Bhaskar
ગાંજા સહિતનો મુદામાલ કબજે લેવાયો હતો.
  • મકાનની બાજુના ખરાબામાં જ વાવેતર કરી નાખ્યું તું

ધોરાજી પોલીસે ભૂખી ગામે ભાદર ડેમ સીમ વિસ્તારમાંથી નાર્કોટિક્સ માદક પદાર્થ ગાંજો સહિતનો રૂ 3 લાખ 62 હજારના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડીને નાર્કોટિક્સ એકટ અન્વયે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરની સૂચના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજાએ બાતમીના આધારે ભૂખી ગામે ભાદર ડેમ સીમ વિસ્તારમાં રહેતાં ગોરધનભાઈ દેવાયત મેરના રહેણાંક મકાને દરોડો પાડીને પોલીસ ટીમે તપાસ હાથ ધરીને નાર્કોટિક્સ માદક પદાથ સૂકો ગાંજો 1,240 કિલો ગામ તથા રહેણાંક મકાનની બાજુમાં ખરાબા જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરેલો લીલો ગાંજો કે જેની કિંમત 69,980 થવા જાય છે તેનો જથ્થો સહિત કૂલ રૂ 3,62,800 ના મૂદામાલ સાથે આરોપી ગોરધનભાઈ દેવાયત મેરને ઝડપી પાડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સે ગાંજાનું વાવેતર ક્યારથી શરૂ કર્યું અને કોને કોને આપવાનું નેટવર્ક શરૂ કર્યું હતું એ સહિતની વિગતો મેળવવા પૂછપરછ સહિતની તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...