તપાસ:તોરણિયામાં વાડીએ કામ કરતા મજૂરનું કરંટથી મોત

ધોરાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોયલીમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

ધોરાજીના તોરણીયા ગામે વાડી કામ કરતા ખેત મજૂર યુવકને કરંટ લાગતાં મોત નિપજ્યુ છે. આ બનાવની મળતી માહિતી અનુસાર તોરણિયા ગામે રહેતા રાહુલભાઇ રમેશભાઇ (ઉ.વ.20) તેના પિતા સાથે તોરણીયા ગામે હરસુખભાઇ પટેલની વાડીએ માંડવી ઉપાડવા મજુરી કામે ગયા હતા. તે દરમિયાન વાડીએ કામ કરતા સમયે અકસ્માતે કરંટ લાગતાં સારવારમા હોસ્પિટલ ખસેડાયા હતા ત્યા ફરજ પરના તબીબે રાહુલભાઇ રમેશભાઇનું મોત નિપજ્યુ હોવાનું જાહેર કરીને પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ દોડી જઈને તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં મોરબીના કોયલી ગામની સીમમાં રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબીના કોયલી ગામની સીમમાં રહેતા અક્ષય દિનેશભાઈ નાયકા નામના 20 વર્ષના યુવાને 6 દિવસ પહેલા પોતાની રીતે વાડીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સીવીલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ માં રીફર કરવામાં આવ્યો હોય.રાજકોટ સારવાર દરમીયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આપઘાત અંગેનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...