લોકોમાં ભય:ધોરાજીના અવેડા ચોક પાસે આખલા યુદ્ધ જામ્યું, વેપારીને પછાડી દીધા

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે જાહેર માર્ગ પર આખલા સામસામા જામી પડતા હોઇ પસાર થતા લોકોમાં ભય
  • પાલિકા તંત્ર રખડતા ઢોરની સમસ્યા હલ કરવાને પ્રાથમિકતા આપે તે જરૂરી

ધોરાજીમાં અવેડા ચોક પાસે આખલાની લડાઈ જામવી એ કોઇ નવી વાત નથી. અહીંથી પસાર થતા લોકોમાં ભયનું વાતાવરણ કાયમ છવાયેલું રહે છે અને વેપારીઓ પણ નિરાંત જીવે ધંધો કરી શકતા નથી. તાજેતરમાં જ આખલા યુધ્ધ જામી પડતાં પસાર થતા વેપારી પર એક અાખલો દોડતો દોડતો આવી પડ્યો હતો અને વેપારીને પછાડી દીધા હતા. વેપારીને સામાન્ય ઇજા થતાં સિવિલમાં સારવાર લેવી પડી હતી. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખરીદી માટે બજારમાં આવતા હોય છે અને ત્યારે રખડતા ઢોરોની પેશકદમીના ત્રાસમાંથી છોડાવવા પાલિકા નક્કર પગલાં લે તેવી લોકોમાંથી માગણી ઉઠી છે.

જીમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરમા ઠેર ઠેર રખડતા ઢોરની પેશકદમી, આખલાઓની લડાઈનાં દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે.ધોરાજીના અવેડાચોકમાં બે આખલાની લડાઈમાં એક કાર હડફેટે ચડી હતી. અને તે આખલાને દુર કરવા જતા સ્થાનિક વેપારી જીતુભાઈને હડફેટે લીધા હતા. જેમાં જીતુભાઈને સામાન્ય ઇજા થતાં સરકારી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી.

ધોરાજી શહેરમા રખડતા ઢોરો ની લડાઈમાં અગાઉ પણ અનેક બાળકો, મહિલાઓ અને રાહદારીઓ હડફેટે ચડી ગયા છે.શહેરમાં રખડતા ભટકતાં ઢોરની સમસ્યાના હલ માટે ઘણા લોકોએ રજૂઆત કરવાં છતાં તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી. તંત્રવાહકો દ્વારા સમસ્યા સામે આંખ આડા કાન કરાતાં હોવાની ફરિયાદ ઉઠી છે અને તે સાચી પણ છે. આથી નગરપાલિકા ના તંત્ર વાહકો આ બાબતે હવે ગંભીરતાથી વિચારે તે આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...