તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીઝલના ભાવ વધતાં:ધોરાજીના ખેડૂત દંપતીએ વાડીમાં જાતે સાતી ચલાવીને ખેતી કરી

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજીના ખેડૂત દંપતીએ ડિઝલમાં ભાવ વધારો થતાં તેના પગલે ટ્રેક્ટર ભાડાનો વધારો થયો અને તે ખર્ચ વધુ પડતો લાગતાં દંપતીએ બળદ જોતરવાને બદલે જાતે જ સાતી ચલાવીને ખેતી કરી હતી અને સમાજને અપના હાથ જગન્નાથનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.

પેટ્રોલ-ડિઝલના ભાવ વધી જતાં ટ્રેક્ટરના ભાડામાં પણ વધારો થતાં ધોરાજી ના ખેડૂત દંપતિએ પોતાની ખેતીની જમીનમા વાવેતર કરવા માટે આત્મ નિર્ભર બની જાતે જ સાતી ચલાવવાનું નક્કી કર્યું હતું અને તેનો અમલ પણ કરી લીધો. ધોરાજીના ખેડૂત જીતુભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે મારી ખેતીની જમીનમા ગત સાલ મગફળીનું વાવેતર કરેલ ત્યારે ભારે વરસાદથી મગફળી ખરાબ થઇ ગઇ હતી.ચાલૂ સાલે વાવણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવો વધતા સાતી ચલાવવા માટેના ટ્રેકટરો ભાડા વધી જતા ખેતી કામ મુશ્કેલ બની ગયું હતું.

આથી અમે પતિ પત્નીએ હિંમત હાર્યા વગર આત્મ નિર્ભર બનીને, જાત મહેનત કરીને સાતી પકડીને 7 વિઘા જમીનમાં ત્રણ દિવસમાં સાતી ચલાવી ખેતી કામ કરી લીધું હતું. જો કે આના માટે થોડી તકલીફ સહેવી પડી પરંતુ ડિઝલ અને પેટ્રોલના સતત ભાવમાં વધારો ઝિંકાયા બાદ ખર્ચને પહોંચી વળવા માટે આ સિવાય કોઇ વિકલ્પ પણ ક્યાં છે?

અન્ય સમાચારો પણ છે...