જામકંડોરણાના દુધીવદરના પાટિયા પાસે કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો અને કાલાવડ પંથકના આણંદપરના વતની એવા દંપતીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે મુસાફરી કરી રહેલા ચારને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.જામકંડોરણાના દુધીવદરના પાટીયા પાસેથી પસાર થતા કાલાવડના આણંદપરના પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો અને કાર અચાનક વૃક્ષ સાથે અથડાઇ પડતાં ઘરે પરત ફરી રહેલા દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને જાણ થતાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી હતી.જામનગર જિલ્લાના કાલાવડના આણંદપર ગામનો પરીવાર કાર લઈ ને પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે બનેલી ઘટનામાં મગનભાઈ ટપુભાઈ ઉ.વ. 62 તથા તેમના પત્ની પ્રભાબેનને ગંભીર ઈજા થતાં મોત નિપજ્યા હતા જ્યારે સંજયભાઈ મગનભાઈ , અશોકભાઈ મગનભાઈ ,મહેશભાઈ તથા ભૂપતભાઈને ઈજા થતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.