તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોએ કર્યું રક્તદાન:ધોરાજીમાં 14 સંસ્થાના ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં 135 લોકોએ કર્યું રક્તદાન

ધોરાજીમાં કે. ઓ. શાહ કોલેજ ખાતે, સરસ્વતી શિશુ મંદિર જીન પ્લોટ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયા હતા. કેમ્પને ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોંડલ વિભાગીય સંઘચાલક ચંદુભાઈ ચોવટીયા, વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાજાણી, મંત્રી પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી, કાર્તિકેય પારેખ, કિશોરભાઈ રાઠોડ સહિતનાઓ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.

આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચંદુભાઇ ચોવટીયાએ જણાવેલ કે 18 વર્ષથી ઉપરના લોકોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે, જેથી હવે રક્તની ખૂબ ખેંચ વર્તાશે, કારણ કે વેક્સિન લીધા બાદ 15 દિવસે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ 42 દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી. આથી તૈયારીના ભાગરૂપે થેલિસિમિયાના દર્દીઓ, સગર્ભા માતાઓ-બહેનોને બ્લડ માટે પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા કેમ્પનું આયોજન કરાયું હતું.

રક્તદાન કેમ્પ બે અલગ અલગ સ્થળે રાખેલ હતાં જેમાં કે. ઓ. શાહ કોલેજ ખાતે રાજકોટ રેડ ક્રોસ બ્લડ બેન્કનો સ્ટાફ આવેલ તે સ્થળે 58 લોકો દ્વારા રક્તદાન થયું હતું તથા સરસ્વતી શિશુમંદિર ખાતે જૂનાગઢ સિવિલનો સ્ટાફ આવેલ તે સ્થળે 77 લોકો દ્વારા રક્તદાન થયેલ એમ કુલ મળીને 135 લોકોએ રક્તદાન કરેલું હતું. કેમ્પને સફળ બનાવવા માટે ધોરાજીની સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ, નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોકુલ ગૌશાળા, ભક્ત તેજાબાપા ટ્રસ્ટ, લઘુ ઉદ્યોગ ભારતી, વિદ્યાભારતી, JCI તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ, કૃષ્ણ ગૌશાળા, માધવ ગૌશાળા, સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ, રોકડીયાહનુમાન ટ્રસ્ટ, પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...