તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધોરાજીમાં 9 મહિલા જુગાર રમતા ઝડપાઇ

ધોરાજી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોરબીમાં 3 મહિલા સહિત 9 પત્તાંપ્રેમી જુગાર રમતા ઝડપાયા

ધોરાજીમાં જુગાર રમતી નવ મહિલાને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. ધોરાજી પોલીસે જૂગાર રમતી નવ મહિલાઓને રૂ 55 હજારના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના પીઆઈ હકૂમત સિંહ જાડેજા સહિતના પોલીસે સ્ટાફે બાતમીના આધારે સુખડિયા સમાજ પાસેથી જુગાર રમતી મહિલાઓ શોભનાબેન અશોકભાઇ, જેન્શીબેન રાહુલભાઇ, શોભાબેન પ્રવિણભાઇ, મીનાબેન રમેશભાઇ, હીરલબેન ભાવિનભાઇ, કૃપાલીબેન કમલેશભાઇ, વિજયાબેન વિનુભાઇ, મમતાબેન અરવિંદભાઇ અને નયનાબેન લલિતભાઇ પટેલને રૂ. 55 હજારના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબીમાં જન્માષ્ટમીનો તહેવાર પૂરો થઈ ગયો હોવા છતાં જુગારીઓ જુગાર રમવાનું બંધ નથી કરતા, પોલીસ પણ આ જુગારીઓને કાયદાનું ભાન કરાવવા મેદાને પડી છે. મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ટીંબાવાડી મેલડી માતાના મંદિર પાસે જુગાર રમતા વાસ્કુરભાઈ ઉર્ફે વાસુરભાઈ ધાધલ, વિજયભાઈ સતુરા, અશ્વિનભાઈ વાણીયા, જયેશભાઈ પરડવાને રોકડા 8560 સાથે ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં ગઈકાલે શોભેશ્વર રોડ પર આવેલા મફતિયાપરામાં રમતા બટુકભાઈ ચાવડા, દિનેશભાઇ ચાવડા, જેતુનબેન જેડા, ભાનુબેન ચાવડા, ગીતાબેન ચાવડાને રોકડા 1800 સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.ગોંડલ શહેર-પંથકમાં તીન પત્તી, ઘોડીપાસા, વરલી મટકાનો જુગાર રમવાની સીઝન આવી હોય તેમ પોલીસ સ્ટેશને ગુનાઓ નોંધાઈ રહ્યા છે.

ત્યારે અત્રેના ઉમવાડા ચોકડી પાસે ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાતા રોકડા 10250 કબજે કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.ગોંડલ સિટી પોલીસના વિશાલભાઈ સોલંકી, જયંતીભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિહ ગોહીલે જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ઉમવાડા ચોકડી સામે ઝુંપડામાં દરોડા પડાતા અશોક વાઘેલા, દિલીપ સોલંકી, રાજુ સોલંકી તેમજ ચંદુ સોલંકી અને વિપુલ ઉર્ફે ઈકુ વાઘેલા ઘોડીપાસાનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા 10250 સાથે ધરપકડ કરી તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...