તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જામકંડોરણા કન્યા છાત્રાલય કોવિડ હેલ્થ સેન્ટર ખાતે 879 દર્દીની સારવાર કરાઈ

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મંત્રીએ સ્થળ મુલાકાત લઇ સૂચનો કર્યા, તબીબો અને હેલ્થ વર્કરની માનવતાની સરાહના

જામકંડોરણા ખાતે માનવ સેવા એજ પ્રભુ સેવાને ખરા અર્થમા સાર્થક કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલા કન્યા છાત્રાલય કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવાર લઇને 879 દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને 692 દર્દી સાજા થઇ ઘરે પહોંચ્યા છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ સ્થળ મુલાકાત લઇ ઉપયોગી સુચનો કર્યા હતા, તેમજ તબીબ અને અન્ય સ્ટાફની માનવતાની સરાહના કરી હતી. જામકંડોરણાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ કન્યા છાત્રાલય ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે સારી સારવાર અપાવવાનું શરૂ કર્યું છે.

આ અંગે જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે જામકંડોરણા, જેતપુર ખાતે બે કોવિડ સેન્ટરમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર તમામ દર્દીઓને દાખલ કરીને પ્રાઈવેટ હોસ્પિટલ જેવી સુવિધા વિનામુલ્યે આપવામા આવી રહી છે, જ્યાં ઓક્સિજન સહિતની સુવિધા મળી રહી છે. દર્દીઓની સાથે આવેલ તેમના સગાને પણ સંસ્થા તરફથી રહેવા તથા જમવાની સુવીધા વિનામુલ્યે આપવામા આવે છે.

692ને રજા અપાઇ, 168 દર્દી સારવારમાં
જામકંડોરણા છાત્રાલય કોવીડ હેલ્થ સેન્ટર ખાતે અત્યાર સુધીમા ટોટલ 879 દર્દીઓને દાખલ કરીને સારવાર અાપવામાં આવી છે જેમાં થી 692 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી ને સાજા થયેલ છે. તેમજ હાલ 168 દર્દીઓ સારવાર હેઠળ છે. કોવિડ સેન્ટર ખાતે સારવાર મેળવીને હસતા હસતા ઘરે જતાં દર્દીઓએ મંત્રીની રાહબરીમાં કોરોના કાળમા ચાલતી માનવતા લક્ષી કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...