તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જૂનાગઢ રોડ સીમમાં ચાલતા જુગારધામમાં 8 શખ્સ રૂ.1,41,840ના મુદ્દામાલ સાથે ઝડપાયા

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજી પોલીસે ઓચિંતા ત્રાટકીને રમતમાં પાડ્યો ભંગ, પાવરહાઉસ પાસે જુગાર રમતા વધુ સાત પકડાયા

ધોરાજી પોલીસે જુનાગઢ રોડ સીમમાં જૂગાર રમતાં આઠ શખ્સને રૂ 1,41840 ના મૂદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ધોરાજી પોલીસ સ્ટાફે જુનાગઢ રોડ ધોરીવાવ સામે આવેલ સુરેશભાઈ ભીખાભાઈ ની વાડી ખાતે દરોડો પાડીને જુગાર રમતાં સુરેશભાઈ ભીખાભાઈ, જયસુખભાઇ કુરજીભાઈ, મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ નાથાભાઈ, મોહનભાઈ ઉકાભાઇ, નીતિનભાઈ જમનાદાસભાઈ, વિજયભાઈ કુરજીભાઈ, ભરતભાઈ દેવાભાઈ અને અલ્પેશભાઈ પ્રવીણભાઈને રોકડ સહિત રૂ1,41840 મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરાઈ છે . જ્યારે અન્ય એક દરોડામાં ધો૨ાજી પોલીસે પાવરહાઉસ પાસે દરોડો પાડીને જૂગાર રમતાં સાત શખ્સને રૂ 20,550 ના મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધો૨ાજી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે બાતમી ના આધારે પાવ૨ હાઉસ ૨ોડ નાભી૨ાજ સોસાયટી પાસે જાહેરમાં જૂગાર રમતાં સાત શખ્સ અમીનભાઈ સતા૨ભાઈ (ઉ.વ.68), હબીબભાઈ સીદીભાઈ ઉ.વ.50, ઈસાકભાઈ ઉર્ફે યુસુફ ઓસમાણભાઈ ઉ.વ.52, ઈકબાલભાઈ નુ૨મામદ ઉ.વ.50, નાનજીભાઈ ઉર્ફે બાલો દેવાભાઈ , ફારૂનભાઈ ગફા૨ભાઈ ઉ.વ.50 , પ્રવિણ અમ૨શીભાઈ ઉ.વ.39ને રૂ 20550 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમા પીઆઈ જાડેજા , ૨મેશભાઈ બોદ૨ એ.એસ.આઈ., બાપાલાલ ચુડાસમા, સહદેવસિંહ ચૌહાણ, પ્રદિપસિંહ ચુડાસમા જોડાયા હતા.

ગોંડલ બસ સ્ટેન્ડ પાસે છ પત્તાંપ્રેમી પોલીસ સકંજામાં
ગોંડલ બસ સ્ટેન્ડ પાસે ટેક્ષી સ્ટેન્ડની દીવાલ ને અડીને મનોજ ગોપાલભાઈ જાદવ , રઘુરત્ના ભાઈ બાટલા, ફિરોઝ અલારખાભાઈ મૂળિયા, નાસીર ડાડાભાઈ ખીરાણી તેમજ અલ્તાફ અમીનભાઈ રાઠોડને ઝડપી લઈ રૂ. 10120 સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પીઆઇ સંગાડા, પીએસઆઇ બી એલ ઝાલા, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ રાઠોડ, જ્યંતીભાઈ સોલંકી, યુવરાજસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, વિશાલભાઈ સોલંકી તથા મહેન્દ્રભાઈ ખીમસૂરીયા સહિતના જોડાયા હતા.

ગુંદાળા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો
ગુંદાળા ગામે હિંગોળગઢ રોડ પર આવેલ જયસુખ જેન્તીભાઈ મકવાણાની વાડીએ જુગાર રમતા 6 શખ્સને ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન વાડી માલિક જયસુખ જેન્તીભાઈ મકવાણા, જેન્તી રૂપાભાઈ ખોડાણી, કરણ ધીરૂભાઈ સાઢમીયા, વિનુ સવસીભાઈ ડાભી, ગાંડુ ભાણાભાઈ ચાવડાઅને વિપુલ ઓઘાભાઈ ગાબુને કુલ રૂ.1,77,020ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...