તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નાની મારડ ગામમાં 7, ગોંડલ આવાસના ક્વાર્ટરમાં 5 મહિલા જુગાર રમતી પકડાઇ

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાની મારડ ગામે પોલીસે 53 હજારનો જ્યારે ગોંડલ પોલીસે 12180નો મુદ્દામાલ કબજે લીધો

ધોરાજીના નાની મારડ ગામે પોલીસે જૂગાર રમતાં 7 શખ્સને રૂ.53 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણવાવ પોલીસ મથકના પી. એસ. આઈ. વાય. બી. ૨ાણા તથા પોલીસે સ્ટાફને મળેલી બાતમીના આધારે નાની મારડ ગામે દરોડો પાડીને જુગાર રમતાં ભ૨તભાઈ ૨વજીભાઈ, ચંદુભાઈ મોહનભાઈ, વી૨ભદસિંહ ભ૨તસિંહ, પ્રદીપસિંહ અશોકસિંહ, કિ૨ણસિંહ બળદેવસિંહ, ૨ાજદીપસિંહ ૨ામદેવસિંહ અને માધવજીભાઈ ભીખાભાઈને ૨ોકડ રૂ. 24,080 અને પાંચ મોબાઈલ ફોન કી.રૂા. 29,500 સહિત કુલ રૂ. 53,580ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ આવાસ ક્વાર્ટર માં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત પત્તાપ્રેમી ઓ રૂ. 12180 ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ગોંડલ સીટી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસ ક્વાર્ટર ખાતે ત્રણ માલિયા આઈ બિલ્ડીંગ નીચે જુગાર અંગે દરોડો પાડતા જુગાર રમતા પ્રકાશ સાવલિયા, સાગર સોલંકી, સાબેરાબેન કુરેશી, શિવાની બા જાડેજા, સોનલબેન ઉર્ફે હમીદબેન પ્રકાશભાઈ સાવલિયા, રાજીયાબેન મકરાણી અને મનીષાબેન સોલંકી જુગાર રમતા મળી આવતા રોકડા રૂ. 12180 સહિત નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુર પોલીસને અંધારામાં રાખી LCBનો દરોડો, ચારણ સમઢિયાળામાં જુગાર રમતા 7ની ધરપકડ
જેતપુર તાલુકાનાં ચરણસમઢીયાળા ગામની સીમમાં એલસીબીને મળેલી બાતમીના આધારે દરોડો કરતા જુગારનો અખાડો પકડાયો હતો. જયા જુગાર રમતા ભગવાનજી ઉકા પાનસુરીયા, જયેશ વસંત જયસ્વાલ, શૈલેષ જીલું ધાધલ, અતુલ મનસુખ કોઠારી, રાજુ નેભા ચાવડા,. લાલચંદ નાનાલાલ મડિયા, અને હિંમત શંભુ સોલંકીની ધરપકડ કરી પટમાંથી રોકડા 84,570 તથા 28,500ની કિંમતના 7 નંગ મોબાઈલ અને એક કાર જેની કિંમત 10,00,000/- સહિત કુલ 11,13,070 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...