તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન રેન્ક ટ્રેન:ધોરાજીથી 600 મેટ્રિક ટન ડુંગળી ગુડ્ઝ ટ્રેનમાં ભરી ગૌહાટી રવાના કરાઈ

ધોરાજી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધોરાજીથી ગૌહાટી 600 મેટ્રિક ટન ડુંગળી ભરી કિસાન રેન્ક રવાના કરાઈ છે દેશમાં સર્વ પ્રથમ કિસાન રેન્ક ગુજરાતના ધોરાજીથી રવાના થઈ છે. સૌરાષ્ટ્રના ઉદ્યમી ખેડૂતો અને સાહસિક વેપારીઓના સંકલનથી 600 મેટ્રિક ટન ડુંગળી ભરી દેશની પ્રથમ કિસાન રેન્ક ટ્રેન ધોરાજીથી ગોહાટી રવાના થઇ છે.

આ અંગે સૌરાષ્ટ્રના ડુંગળીના વેપારી દીપકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે 2020માં લોકડાઉન દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની ડુંગળી ધોરાજીથી બાંગ્લાદેશ નિકાસ કરવામાં આવી હતી. જે દેશની પ્રથમ ટ્રેન નિકાસ માટે ધોરાજીથી રવાના થઈ હતી. કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના સહકારથી વિશેષ ટ્રેન જેને કિસાન રેન્ક નામ આપવામાં આવ્યું છે. તે ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, અને ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી અંદાજિત 400થી 500 રૂપિયા સુધીના ભાવમાં પોષણક્ષમ ભાવોમાં ડુંગળીની ખરીદી કરી હતી. જે ડુંગળી કિસાન દ્વારા આશરે 600 મેટ્રિક ટન ડાયરેક્ટ ગોહાટી વિશેષ ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવશે. ધોરાજીથી ગોહાટી જતી ટ્રેનને ભાવનગર ડિવિઝનના અધિકારીઓએ લીલી ઝંડી આપી રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો