કાર્યવાહી:સુપેડીમાંથી જુગાર રમતાં 6 શખ્સની અટકાયત,પોલીસે રૂ.2 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજી પોલીસે સૂપેડી ગામેથી જૂગાર રમતાં 6 શખ્સને રૂ 2 લાખ 33 હજારના મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળતી માહિતી અનુસાર ધોરાજી પીઆઇ એ.બી.ગોહિલ તથા પોલીસ સ્ટાફે બાતમીના આધારે સુપેડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ રાજાભાઇની વાડીના ગોડાઉન ખાતે દરોડો પાડીને હારજીતનો જુગાર રમતાં છ શખ્સને ઝડપ્યા છે.

જગદીશભાઇ રાજાભાઇ પટેલ (ઉ.વ.57), નાનાલાલ હીરજીભાઇ પટેલ (ઉ.વ.65), સંજયભાઇ ગોકળભાઇ પટેલ (ઉ.વ.50), નટરવલાલ છગનભાઇ પટેલ (ઉ.વ.66), ગીરીશ ભોવાનભાઇ પટેલ (ઉ.વ.38) , અશ્વીનભાઇ વલ્લભભાઇ પટેલ (ઉ.વ.19)ને ઝડપી પાડીને રોકડ રૂપીયા 27,860 ,મોબાઇલ ફોન નંગ 6 કિ.રૂ.20,500 , બાઇક . નંગ પાંચ કિંમત રૂ 1,85,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.2,33,360નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહિલ, રમેશભાઇ બોદર એ.એસ.આઇ ,અરવીંદસિહ જાડેજા, રવિરાજસિહ વાળા , રવિરાજસિંહ જાડેજા ,બાપાલાલ ચુડાસમા, યુવરાજસિંહ ચુડાસમા, ઇશીતભાઇ માણાવદરીયા વિગેરે સ્ટાફ રોકાયો હતો. આ ગુનાની વધુ તપાસ ધોરાજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...