તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ધોરાજી શહેર પર બાજ નજર રાખવા માટે 55 સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ

ધોરાજી શહેરના ખુણે ખુણા પર બાજ નજર રહી શકે અને ગુનાખોરીને અંજામ આપતા તત્વો આસાનીથી ઓળખાઇ જાય તે માટે શહેરને ત્રીજી આંખથી સજ્જ કરી દેવામાં આવ્યું છે અને 55 સીસીટીવી કેમેરા કાર્યાન્વિત કરી દેવામાં આવ્યા છે, જે માટેના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ તકે જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમર,પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના હાજરી રહ્યા હતા. શહેરમાં ગેલેકસી ચોક, રેલવે ફાટક, સરદાર ચોક, ચકલા ચોક,ત્રણ દરવાજા, શાકમાર્કેટ, હવેલી શેરી, પ્રશાંત પંપ, ભૂખી ચોકડી, જામકંડોરણા રોડ, જમનાવડ રોડ, બંબા ગેઈટ, સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર કન્ટ્રોલ રૂમમાં બેસીને નજર રાખી શકશે.

તમામ ગુનાનું ડિટેકશન કરવામાં સરળતા રહેશે
ધોરાજીમાં હાઈ ડેફિનેશન કેમેરા ફિટ કરાયા છે, જેના થકી લોકોની નાની મોટી તમામ હરકત પર નજર રાખી શકાશે અને ગુનેગારો ગુનો કરે તે પહેલાં તેને ડર રહેશે એ નિર્વિવાદ છે. અને ડિટેકશન પણ સરળતાથી થઇ શકશે. > બલરામ મીના, જિલ્લા પોલીસે વડા, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...