તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:જામકંડોરણા તાલુકા પંચાયતની 13 બેઠકની ચૂંટણીમાં 35 ઉમેદવાર

ધોરાજી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી પહેલાં જ ત્રણ બેઠક ભાજપને બિનહરીફ મળી ગઇ

જામકડોરણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાનમાં છે. જામકડોરણા તાલુકા પંચાયતની 16 બેઠકની ચૂંટણીમાં ત્રણ બેઠક બીન હરીફ થતાં 13 બેઠકની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિતના 35 ઉમેદવારો મેદાનમાં છે. જામકંડોરણા તાલુકાની જિલ્લા પંચાયતની ચાર બેઠક સૂપેડી, મોટીમારડ, દડવી, જામકંડોરણામાં ભાજપ, કોંગ્રેસ આમ આદમી સહિતના 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ઝાંઝમેર બેઠક કોંગ્રેસના ખોળામાં
​​​​​​​ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને બેઠક બીન હરીફ મળી છે. ધોરાજી તાલુકા પંચાયત ની ચૂંટણીમાં 16 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં. ભાજપના તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠકના ઉમેદવાર ચિરાગભાઈ દેસાઈ એ ફોર્મ ખેંચી લેતા ઝાંઝમેર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ રણજીતસિહ જાડેજા બીન હરીફ જાહેર થયા છે. ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ પ્રથમ બેઠક છે કે જે કોંગ્રેસના ફાળે ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો