ધરપકડ:ધોરાજીમાં 34 ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસામાં અટકાયત કરાઇ

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સામે અનેક ગુના હોઇ અમદાવાદ જેલમાં ધકેલાશે

ધોરાજીમાં 34 ગુનામાં સંડોવાયેલા એક શખ્સને પોલીસે પાસા હેઠળ ઝડપીને અમદાવાદ જેલ હવાલે કરવાની કાયવાહી આરંભી છે.

ધોરાજી પીઆઇ એ.બી. ગોહીલે જણાવ્યું હતું કે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ,જેતપુર નાયબ પોલીસ વડા મયુરસિહ રાજપુત દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ મેળવવા માટે તેમજ નેસ્તનાબુદ કરવા ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલા ઈસમોને અટકાયતમાં લેવા પાસા દરખાસ્ત મૂકવા સુચના આપવામાં આવતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેડરા તથા ધોરાજી પોલીસ ઇન્સ એ.બી.ગોહીલ દ્વારા ધોરાજી શહેર વિસ્તારમાં રહેતા સલીમ ઉર્ફે બાબર ઇસ્માઇલભાઇ (ઉ.વ. ૪૦)ની પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

આ તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરૂણ મહેશબાબુએ સલીમ ઉર્ફે બાબર ઇસ્માઇલભાઇની જે/એમએજી/પાસા કેસ નં ૧૩/૨૨ થી પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા શખ્સને પકડી પાડી પાસા એકટ હેઠળ હસ્તગત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને અમદાવાદના મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ગ્રામ્ય પોલીસ ઈન્સપેક્ટર વી.વી.ઓડેદરા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમીતસીંહ જાડેજા, એ.બી.ગોહીલ, ક્રીપાલસિંહ એચ. જાડેજા, વિપુલભાઇ આર ગુજરાતી ,રવિરાજસિંહ બી વાળા, રવિરાજસિંહ જી.જાડેજા, સલમાબેન થૈયમ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...