ધોરાજીની પ્રજા ઉપર પાલિકાએ 3 વેરા નવા નાખ્યાના વિરોધમાં વેપાર ઉદ્યોગ મહામંડળ સહિતની સંસ્થાઓએ આવેદનપત્ર સાથે પ્રાદેશિક પાલિકા નિયામકમાં 258 હેઠળ અપીલ કરાઈ હતી જે અન્વયે પાલિકાએ સાધારણ સભા બોલાવી 25 ટકા વેરા ઘટાડવાના બાબતનો નિણર્ય લીધો અને ચાલુ વર્ષમાં એક વર્ષ માટે નવા વેરા માફ કરવા નિર્ણય કર્યા છે.
વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ હોતવાણી સહિતના વેપારીઓએ જણાવ્યું હતુંં કે પાલિકા દ્વારા ગયા વર્ષે 3 નવા વેરાનો વધારો કરી દીધો હતો અને જેમાં ભૂગર્ભ ગટરનો વેરો રૂ.600 તેમજ દિવાબત્તી વેરો રૂ.120 તેમજ સફાઈ વેરો રૂ.120 સાથે પ્રજાને જાણ કર્યા વગર વર્ષ 2021થી 2022 વર્ષમાં લાગુ કરી દેતા જેનો વિરોધ વેપાર ઉદ્યોગ મહામંડળે કર્યો હતો.
પ્રાદેશિક કમિશનર ધીમંત કુમાર વ્યાસે જે તે સમયે એવું જણાવ્યું હતું કે પાલિકાના સભ્યો યોગ્ય નિર્ણય કરે તો વેરા ઘટાડી શકાય, અમારી કચેરી દ્વારા સંમતિ આપશે જેના અનુસંધાને પાલિકાના પ્રમુખ અંજનાબેન ભાષા, પૂર્વ નગરપતિ ભાષા, કારોબારી ચેરમેન જગદીશ રાખોડિયા, શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદ વોરા તેમજ મુખ્ય અધિકારી ચારૂબેન મોરી ,ભાવેશ ભટ્ટ વગેરે પ્રાદેશિક કમિશનર કચેરીમાં આવ્યા હતા અને આગેવાનોની રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી.
બાદમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમજૂતી થતા અને પાલિકાએ વેરા ઘટાડવા બાબતે સાધારણ બોલાવી વેરા ઘટાડવા બાબતે તેમજ વર્ષ માટે વેરા નહી લેવા સર્વાનુમતે જાહેર કરી પ્રજાના હિતમાં નિર્ણય લીધો હતો. જેમાં ભૂગર્ભ ગટરના 600 હતા તે ઘટાડીને રૂ.480 જ્યારે સફાઈ વેરો 120 હતો તે ઘટાડી રૂ.90, દીવાબત્તી વેરો 120 હતો તે ઘટાડી રૂ.90 કર્યો છે તેમજ આ વર્ષ (2021 /22) માટે નવા ત્રણ વેરા એક વર્ષ માટે બંધ રાખ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.