તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાસ્થ્ય:ધોરાજીની સિવિલ હોસ્પિટલમાંથી 184 દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા

ધોરાજી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ વધ્યું સાથે રિકવરી રેશિયો વધ્યો

ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ 184 દર્દીએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયાં છે. ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધતાં સરકારે સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં ઓક્સિજન સહિત ની મેડિકલ સુવિધાઅો આપવામાં આવી રહી છે. જેમાં ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે 184 કોવિડ દર્દીએ કોરોનાને હરાવીને સારૂ આરોગ્ય મેળવી ને પોતાના ઘરે પરીવારજનો સાથે પહોંચ્યા છે. કોરોનાની બીજી લહેર શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં પોણા બસ્સોથી વધારે દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવની સારવાર મેળવીને સારી તબીયત સાથે બહાર આવનાર લોકોએ જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડની સારી સારવાર અપાઈ રહી છે. હોસ્પિટલમા નિયમીત તબીબો આરોગ્ય ચકાસણી કરે છે. પૌષ્ટીક આરોગ્યવર્ધક ભોજન, ફળ, નાસ્તો સહિતની સેવા વિના મૂલ્યે અપાય છે. સરકારી હોસ્પિટલ કોવિડ સેન્ટર ખાતે દર્દીઓને પડતી તકલીફ કે ખબર અંતર પૂછવા માટે ધોરાજીના નાયબ કલેક્ટર જી. વી. મીયાણી,મામલતદાર કે. ટી. જોલાપરા,સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન,ડો રાજ બેરા સહિતના અધિકારીઓની ટીમ પી.પી કિટ પહેરીને દર્દીઓના હાલચાલ પૂછીને હૂંફ આપવાના પ્રયાસને બીરદાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો