કોંગ્રેસમાં કલહ:ધોરાજી પાલિકાના બોર્ડમાં 12 સભ્ય વિપક્ષની પાટલીમાં

ધોરાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકાદ બે એજન્ડાને બાદ કરતા મોટાભાગની દરખાસ્ત નામંજૂર
  • વિપક્ષ ભાજપના 12 સભ્યે પણ એજન્ડા સામે નોંધાવ્યો રોષ

ધોરાજી પાલિકાના આજે યોજાયેલા જનરલ બોર્ડમાં ભાજપના 12 અને સત્તારૂઢ કોંગ્રેસના 12 સભ્યોએ એકાદ બે એજન્ડાને બાદ કરતાં મોટા ભાગની દરખાસ્ત સામે વિરોધ દર્શાવતા આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે અને એજન્ડા નામંજૂર કરી દેવાયા છે. સામાન્ય સભા પાલિકાના ટાઉનહોલ ખાતે યોજાઇ હતી જેમાં કુલ 36 પૈકી કોંગ્રેસના 12 સભ્યે અસહમતિ દર્શાવી હતી, ભાજપના 12 સભ્યે વિરોધ દર્શાવતા જનરલ બોર્ડમા એક કે બે મુદ્દાને બાદ કરતા બાકીના તમામ એજન્ડા નામંજૂર થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

સત્તાધારી પક્ષના જ અમુક સભ્યોએ અસંતોષ દેખાડતાં ધોરાજી પાલિકામાં કોંગ્રેસ લઘુમતિમાં મૂકાય જાય તો પણ નવાઇ નહીં! શુક્રવારે ધોરાજી પાલિકાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં કુલ 36 સભ્ય પૈકી બે સભ્ય ગેરહાજર રહ્યા હતા. જનરલ બોર્ડમાં 16 થી 18 જેટલા એજન્ડાને લઈ બોર્ડ ચાલવાનું હતું, પરંતુ એજન્ડા પૈકીના એક બે સામાન્ય મુદ્દા ને બાદ કરતા બાકીના તમામ એજન્ડામાં ધોરાજી પાલિકાના વિપક્ષમાં રહેલા ભાજપના 12 સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો અને તેમાં સત્તારૂઢ કોંગ્રેસ પક્ષના 12 સભ્યોએ સહમતિ નહોતી બતાવી

આથી પાલિકાના 34 સદસ્યો પૈકી 24 સભ્યોએ જનરલ બોર્ડમાં એજન્ડા ઉપર અસહમતિ દર્શાવતા ખળભળાટ મચી ગયો છે.શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયાએ જણાવ્યું કે સત્તારૂઢ પક્ષ કોંગ્રેસના 24 સદસ્યો પૈકી 12 સભ્યે પાર્ટી સામે વિરોધ દર્શાવ્યો હતો. જેથી બોર્ડના નિર્ણય 24 વિરુદ્ધ 10થી નામંજૂર થયા હતા. આ સ્થિતિ જોઈ હાલ કોંગ્રેસ પાલિકામાં લઘુમતિમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...