તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઠોયાણાની ખેડુત પુત્રીએ ઓનલાઇન કલા પ્રદર્શનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ગોસાઘેડ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેશ-વિદેશના 250 કલાકારોએ ભાગ લીધો હતો

રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામની ખેડુત પૂત્રીએ ફાઇન આર્ટ ઇન ડિપ્લોમાં કોર્ષ પૂરો કરી, જીલ્લાના મહેર સમાજમાં આર્ટિસ્ટ યુવતિ તરીકેનું સન્માન મેળવ્યુ છે. મહેર આર્ટ પરીવારની સ્થાપના કરનાર ઠોયાણાના ખેડુતની પૂત્રી કિંજલ રામભાઇ ઓડેદરા ચિત્રકળાઓની સ્પર્ધાઓમાં ભાગ લઇને અનેક એવોર્ડસ મેળવી ચૂકી છે. તાજેતરમાં આ દીકરીએ કલર ઓફ આર્ટસ નામની સંસ્થાના માધ્યમથી યોજવામાં આવેલા ઇન્ટરનેશનલ ઓનલાઇન કળા પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાં ભારત સ્થિત મેક્સીકો, કેનેડા, અમેરીકા જેવા વિદેશના કલાકારો તથા ગુજરાત, તેલંગણા, ગ્વાલીયર, પંજાબ, મહારાષ્ટ્ર, બેગ્લોર અને કર્ણાટક સહિતના ભારતના વિવિધ રાજ્યોમાંથી ૨૫૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.

આ તમામ ચિત્ર કલાકારોમાંથી ૫૬ કલાકારોના ચિત્રો પસંદગીને પાત્ર બન્યા હતા, જેમાં મિડલ ગૃપમાં કિંજલ ઓડેદરાનું ચિત્ર પસંદગી પામતા તેને ગોલ્ડન એવોર્ડ પ્રાપ્ત થતા પરીવારનું નામ રોશન થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો