પોરબંદરમાં બી એલ ઓ સુપરવાઇઝરની નિમણૂક નિયમ મુજબ કરવા અંગે મામલતદારને રજૂઆત કરાઈ છે. પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના પ્રમુખ દ્વારા ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાના પત્ર અનુસંધાને નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાય છે.
પોરબંદરમાં પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના પ્રમુખ લાખાભાઈ ચુંડાવદરા દ્વારા રાણાવાવ મામલતદાર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી બીએલઓ સુપરવાઇઝરની નિમણૂક નિયમ મુજબ કરવામાં આવે તેવી માંગ કરી છે. પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ લાખાભાઈ ચુંડાવદરાએ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ચૂંટણી પંચ ઓફ ઇન્ડિયાના પત્ર અનુસંધાને બીએલઓ સુપરવાઇઝર તરીકે વર્ગ બેના અધિકારીઓને નિમણૂક કરવાનો પસ્ટ ઉલ્લેખ છે.
તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે ચૂંટણી, બીએલઓ, વસ્તી ગણતરી અને આપત્તિ સમયે રાહતની કામગીરી સિવાયની કામગીરી કરાવવીએ આરટીઇ એક્ટ કલમ ૨૭ અન્વયે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદરનો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે. અને બીએલઓ સુપરવાઇઝરની નિમણૂક પ્રાથમિક શાળાના શિક્ષકોને ન સોંપવા જણાવ્યું છે. છતાં પણ રાણાવાવ તાલુકામાં પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો આવી કામગીરી કરે છે.
અને આ સુપરવાઇઝરો અન્ય બીએલઓ શિક્ષકોને શાળામાં સમય દરમિયાન ટેલીફોનિક કે સોશ્યલ મીડિયાના માધ્યમથી શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પાડે છે, તેવી રજૂઆત કરવામાં આવી છે તેમજ આવા આદેશોથી શિક્ષકો વચ્ચે સિનિયર જુનિયરનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. તો આ આદેશો નિયમ મુજબ કરવા અન્યથા આરટીઇ એક્ટ અને હાઇકોર્ટના આદેશના અનાદરનો પ્રશ્ન ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેમ હોવાનું જણાવ્યું છે. જેથી બી.એલ.ઓ સુપરવાઇઝરની નિમણૂક નિયમ મુજબ કરવામાં આવે તેવી માંગ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.