શિક્ષકોએ રક્તદાન કરીને ખુશી વ્યક્ત કરી:પ્રાથમિક શિક્ષકોના પગાર ધોરણને લઇને ચાલતા આંદોલનમાં સરકારે હકારાત્મક ઉકેલ આપ્યો

રાણાવાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના પ્રાથમિક શિક્ષકોએ રક્તદાન કરી, પોતાની ખુશી વ્યક્ત કરી

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના 42૦૦ ગ્રેડ પે મુજબના પગાર ધોરણ કરવા અંગેની માંગ સાથેના આંદોલનમાં રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની ફેવરમાં હકારાત્મક નિવારણ આપતા પોરબંદરના શિક્ષકોએ રક્તદાન કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ગુજરાત રાજ્યના ૬૫૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોને લાગુ પડતા 42૦૦ ગ્રેડ પે મુજબના પગાર ધોરણના પ્રશ્નને લઇને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા આંદોલન કરીને આવેદન આપવામાં આવ્યા હતા અને ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ દરમ્યાન પોલીસ ધરપકડ વહોરી હતી અને આ બાબતે સરકાર સાથે બેઠક યોજી હતી અને પ્રાથમિક શિક્ષકોના આ પ્રશ્ન બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા પ્રાથમિક શિક્ષકોના 42૦૦ ગ્રેડ પે અંગેના પ્રશ્નોનું શિક્ષકોની ફેવરમાં હકારાત્મક નિવારણ કરવામાં આવ્યુ હતુ.

આમ પ્રાથમિક શિક્ષકોના 42૦૦ ગ્રેડ પે મુજબના પગાર ધોરણને સરકાર દ્રારા માન્ય રાખી મંજુરી આપવામાં આવી હતી. આ હકારાત્મક નિવારણની ખુશીમાં પોરબંદર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક શિક્ષકોએ રાણાવાવ ખાતે બોરીચીયા પરિવાર દ્રારા આયોજીત મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...