તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ કલા દિવસ:બાળકોમાં રહેલી સર્જનાત્મ શક્તિ અને સૌંદર્યની અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરાઇ

રાણાવાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણાવાવની આગાખાન પ્રિસ્કૂલમાં વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી

રાણાવાવમાં આવેલી આગાખાન પ્રિસ્કૂલમાં ગત તારીખ 15 ના રોજ વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. તારીખ 15 મી એપ્રિલ વિશ્વ કલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દિવસ સુવિખ્યાત ઇટાલીયન કલાકાર લિયોનાર્ડો દા વિન્સીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાણાવાવની આગાખાન પ્રિસ્કૂલમાં પણ ગત 15મી એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષે સ્કૂલની થીમ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ રાખવામાં આવેલ હતી. જેમાં ઘરમાં ઉપલબ્ધ વધારાની કે નકામી વસ્તુઓનો ઉપયોગ કરી વાલીઓ તથા બાળકોએ કલાત્મક સાધનો અને કૃતિઓ બનાવી હતી. આ દરમિયાન વાલીઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં બાળકોને સતત પ્રવૃત રાખવા જોઇએ અને આવા કાર્યક્રમો બાળકોની અંદર રહેલા કલાકારને બહાર લાવવામાં મદદરૂપ થાય છે. આ સ્કૂલના મેનેજમેન્ટ કમીટીના ચેરમેન આશિક જીંદાણીએ જણાવ્યું હતું કે વાલી તરફથી આ કાર્યક્રમમાં ખૂબ સારો પ્રતિસાદ મળેલ હતો આગાખાન પ્રિસ્કૂલ બાળકોને સતત પ્રવૃત રાખવા તેમની ઉચ્ચ પ્રાથમિકતા છે.

અન્ય સમાચારો પણ છે...