તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પોરબંદરમાં કોરોનામાં સપડાયેલા દર્દીઓના બાળકોની સંભાળ લેવાશે

રાણાવાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાઇલ્ડ વેલ્ફેર કમિટી બાળકોની સારસંભાળ રાખશે

કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી અને કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીના બાળકોની સંભાળ પોરબંદરની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારની સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર અને નિયામક સમાજ સુરક્ષા વિભાગ તેમજ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસને કારણે કોઈપણ બાળકના માતા કે પિતા અથવા બંને મૃત્યુ પામ્યા હોય અગર તો કોઈ બાળકના માતા કે પિતા અથવા બંને કોરોના વાઇરસના ચેપની સારવાર લઈ રહેલા હોય તેમજ બાળકના નજીકના કોઈ સગા-સંબંધી બાળકની સારસંભાળ રાખી શકે તેમ ના હોય તેવા 0 થી 18 વર્ષના બાળકની કાળજી પોરબંદર જિલ્લાની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા કરાશે.

આવા બાળકોને જમવા-રહેવા તથા જીવન જરૂરિયાતની તમામ વ્યવસ્થા ની:શુલ્ક કરવામાં આવશે. આ અંગે કમિટીના ચેરમેન અતુલભાઈ બાપોદરા -9427446250 અથવા તો લાખણશીભાઈ ઓડેદરા -9925341888, પ્રતાપભાઈ કેશવાલા- 9727090737, ડો. ચેતનાબેન તિવારી -9879303801 અને કિર્તિબેન પુરોહિત-9978127146 પર અથવા તો જિલ્લા સેવા સદન-2માં કચેરી કાર્યાલય પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...