સાયકલ યાત્રાનું આયોજન:સાયકલ પ્રવાસે નીકળનાર શિક્ષકોનું પોરબંદરમાં સન્માન

રાણાવાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટેશ્વરથી વલસાડ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું

સારા સ્વાસ્થ્ય અને સાયકલિંગ પ્રોત્સાહન આપવા અને દરિયા કિનારાના તટને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને બીજા સેવાના કાર્યો કરનાર ભાવનગરના શિક્ષક શ્રી મિલનભાઈ રાવલ અને શૈલેન્દ્રસિંહ ગોહેલ આજ રોજ પોરબંદર ખાતે સાયકલિંગ કરી પધારતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર ખાતે પ્રાચાર્ય એસ. જે. ડુમરાડીયા, સિ.લે. અલ્તાફખાન રાઠોડ, ઉપેન્દ્રભાઈ મહેતા, નારણભાઈ ગોજીયા, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના અધ્યક્ષ લાખાભાઇ ચુંડાવદરા, ઉપપ્રમુખ મનસુખભાઇ સોલંકી, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના મહિલા મંત્રી તરલાબેન સોલંકી, મોરાણા પ્રા. શાળાના આચાર્ય જ્યોત્સનાબેન ફ્ટાનિયા, જૂનાગઢના નિવૃત્ત શિક્ષક પુષ્પલતાબેન ગઢીયાએ હાજર રહી બન્ને શિક્ષક મિત્રોનું સન્માન કરેલ છે અને સમગ્ર દરિયાકિનારા નો 1600 કિમી નો પ્રવાસ સફળ રહે એવી શુભેચ્છાઓ પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...