તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:શિક્ષકો પાસેથી લેવાતી શિક્ષણ સિવાયની કામગીરી અંગે રજૂઆત

રાણાવાવ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વખતો વખત રજુઆતો કરવા છતાં વર્ષોથી પ્રશ્ન વણઉકેલ્યો

આર.ટી.ઈ. કાયદાનો ભંગ કરી શિક્ષકો પાસેથી લેવાતી શિક્ષણ સિવાયની કામગીરી અંગે રજુઆત કરાઈ છે.પોરબંદરના કેટલાય શિક્ષકો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત વગેરે અને જિલ્લાની શિક્ષણ શાખામાં તેમજ તમામ તાલુકાની શિક્ષણ શાખાઓમાં વર્ષોથી શિક્ષકોના શાળામાંથી કામગીરી ફેરફારના હુકમ કરી, કારકુનની કામગીરી કરાવવામાં આવે છે, પરિણામે શાળાઓમાં શિક્ષકોની ઘટ ઉભી થાય છે, શાળામાં રહેલા શિક્ષકોને ક્લાર્ક બની ગયેલા શિક્ષકોના ધોરણો વિષયો ભણાવવા પડે છે.

સતત લેવાતી એકમ કસોટીઓ, નિદાનાત્મક કસોટીઓ, સત્રાંત કસોટી, વાર્ષિક કસોટીઓ આમ વર્ષ દરમ્યાન એક એક વિદ્યાર્થીઓના ચાલીસ - ચાલીસ જેટલા પેપરો ચકાસવા, સ્કેન કરવા ઓનલાઈન કરવા વગેરે કામગીરી કરવી પડતી હોય, બે શિક્ષકનું કામ એક શિક્ષક કરતો હોય છે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટમાં શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી લેવાની સ્પષ્ટ ના છે. સમગ્ર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં શિક્ષકો પાસેથી વિવિધ પ્રકારની શિક્ષણ સિવાયની કામગીરી લેવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે અને બાકી શાળામાં વધેલા શિક્ષકોનું કામગીરીનું ભારણ વધે છે. જેથી આ અંગે યોગ્ય કરવા લાખાભાઈ ચૂંડાવદરાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો