રજૂઆત:રાણાવાવ પાલિકાના સભ્ય દંપતિએ રાજીનામા આપ્યા

રાણાવાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PSI ની ધમકીથી પગલું ભર્યું હોવાની રજૂઆત

રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પાલિકા સદસ્ય ઓસમાણભાઇ અને પાલિકા સભ્ય તેમના પત્નીએ સભ્યપદેથી રાજીનામા આપી દીધા છે. આ રાજીનામા તેમણે PSI ની ધમકીથી આપ્યા હોવાની અરજી કરતા ખળભળાટ મચી ગયો છે. રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ પાલિકા સદસ્ય ઓસમાણભાઈ અબુબકર નાઇએ જૂનાગઢ રેન્જના આઇ.જી.ને અરજી કરી જણાવ્યું છે કે તેઓ અને તેમની સાથે જ પાલિકાના સદસ્ય એવા તેમના પત્ની અમીનાબેન ઓસમાણભાઈ નાઇ છેલ્લા બે ટર્મથી ચૂંટાઈ આવે છે. હાલ સદસ્ય તરીકે કાર્યરત છે.

તેમને રાણાવાવના પીએસઆઇ પી. ડી. જાદવ તેમજ ટાઉનબીટના જમાદાર વિજયભાઇ ભૂતિયા દ્વારા અવાર નવાર ધમકીઓ આપવામાં આવી હતી કે તેઓ રાજકારણમાંથી બહાર નીકળી જાય નહીંતર તેઓને પાસામાં ધકેલી દેવામાં આવશે. આ ધમકીથી ગભરાઇ જઇ તેઓના ઘરના સદસ્યો ટેન્શનમાં આવી ગયા હતા અને તેમણે રાજીનામું આપવાની ફરજ પડેલ છે. તેવી અરજી કરતા રાણાવાવ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...