તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક સહયોગ:ભોદ ગામે 100 લોકોને પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજનાનું કવચ નિઃશુલ્ક અપાયું

રાણાવાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાણાવાવમાં વિમા સુરક્ષા કવચના ફોર્મ ભરાયા. - Divya Bhaskar
રાણાવાવમાં વિમા સુરક્ષા કવચના ફોર્મ ભરાયા.
  • રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયાનાં આર્થિક સહયોગથી કાર્ય કરાયું

રાણાવાવના ભોદ ગામે જિલ્લા પચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી દ્વારા રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયાનાં આર્થિક સહયોગથી પ્રધાનમંત્રી વિમાં સુરક્ષા યોજનાના ફોર્મ ભરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ભોદ ગામ અને વાડી વિસ્તારનાં 100 જેટલા વીમાના લાભાર્થીનાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.

લાભાર્થીઓને પ્રધાન મંત્રી વીમા સુરક્ષા યોજનાનું ભરવાનું પ્રીમિયમ જિલ્લા ભાજપ દ્વારા ભરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભોજાભાઇ જાદવ, પ્રેમજીભાઇ બળેજા, કીરીટભાઇ બાપોદરા અને નાથાભાઈ ગાધેર સહિત ભાજપ આગેવાનો તથા ભરતભાઈ ઠાકર યુવા ભાજપ આગેવાન ઉપસ્થિત હતાં.

અન્ય સમાચારો પણ છે...