તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાણાવાવના સરકારી દવાખાનામાંથી ચોરી કરનાર તસ્કરને ઝડપી લેતી પોલીસ

રાણાવાવ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસ પહેલા કોમ્પ્યુટરના સામાનની ચોરી થયાની ફરિયાદ કરાઇ હતી

પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરમાં કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC)માંથી કોઇ અજાણ્યો શખ્સ કોમ્પ્યુટરના સામાનની ચોરી કરી ઉઠાવી ગયો હતો, જે બાબતે પોલીસ ફરીયાદ કરાતા પોલીસે આ તસ્કરને ઝડપી પાડ્યો હતો.પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરમાં કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર એવા સરકારી દવાખાનામાંથી ગત તા.૩ ડિસેમ્બરના રોજ કોઇ અજાણ્યો શખ્સ સરકારી દવાખાનામાંથી કોમ્પ્યુટરના મોનીટર નંગ-૨ તથા કિ-બોર્ડ મળીને કુલ રૂ.૧૪,૨૦૦/- ના મુદામાલની ચોરી કરી ઉઠાવી ગયો હતો, જે બાબતે CHC ખાતે ફરજ બજાવતા ડો.મહેતા સાહેબે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ચોરને ઝડપી લેવા સઘન કામગીરી હાથ ધરી હતી.

રાણાવાવથી જામનગર તરફ જતા ટી-પોઇન્ટ વાળા રસ્તા પર વાહન ચેકીંગ અને કોવિડ-૧૯ અંતર્ગત વાહન ચાલકોમાં માસ્ક પહેરવા વિષે જાગૃતિ આવે તેવા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરતા હતા તે દરમ્યાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં હાથમાં કોથળો લઇને એક ઇસમ પસાર થતા, તેને અટકાવી તેના કોથળાની તલાસી કરતા કોથળામાંથી કોમ્પ્યુટરના ૨ નંગ મોનીટર, કિ-બોર્ડ, પાણીની મોટર, ડ્રીલીંગ મશીન, કટર જેવો શંકાસ્પદ સામાન નીકળતા, પોલીસે આ ઇસમની આગવી ઢબે પૂછપરછ કરી હતી અને કબૂલાત આપી હતી કે પોતાએ સરકારી દવાખાનામાંથી મોનીટર, કિ-બોર્ડ વગેરેની ચોરી કરી હતી.

જેથી પોલીસે રાણાવાવમાં જ રહેતા આ દિનેશ દેવાભાઇ નામના તસ્કરને ઝડપી, રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇને તેની સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો