તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો હાહાકાર:રાણાવાવમાં એક જ દિવસમાં સાસુ, વહુના મોત

રાણાવાવ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ આગેવાનના માતા અને પત્નીના કોરોના કારણે અવસાનથી શોકનું મોજું

કોરોનાને લીધે દરરોજ કોઈ ને કોઈ લોકોના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે તેમાં રાણાવાવના કોરોનાગ્રસ્ત સાસુ-વહુનું એક જ દિવસે મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું છે. રાણાવાવમાં રહેતા પ્રદેશ ભાજપના અગ્રણી પરેશભાઈ ટેવાણીના માતા લાભુબેન ચંદુભાઈ ટેવાણી તથા તેમના પત્ની ક્રિશ્નાબેન ટેવાણીનું કોરોનાના લીધે એક જ દિવસમાં અવસાન થતાં રાણાવાવ શહેરમાં અને પોરબંદર જિલ્લાના ભાજપ શહેરમાં શોકની લાગણીનું મોજું ફરી વળ્યું છે.

પરેશભાઈ ટેવાણીના પત્ની ક્રિશ્નાબેન જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખપદે પણ રહ્યા હતા અને તે સમયે તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યકરો સાથે સીધો સંપર્ક જાળવીને કરેલી કામગીરીથી પક્ષના પાયાના સંગઠનને મજબૂત બનાવવામાં સિંહફાળો મળ્યો હતો.

સાસુ, વહુ બંનેએ કોરોનાની વેક્સિનનો 1-1 ડોઝ લીધો હતો
રાણાવાવમાં મૃત્યુ પામેલા આ બંને મહિલાઓએ કોરોના થયો તેના થોડા દિવસો પહેલાહ વેકસીનનો 1-1 ડોઝ લીધો હતો, બીજો ડોઝ મેળવે તે પહેલાજ બંન્નેને કોરોના થતા દુઃખદ મોત નીપજ્યું હતું.

સિવીલ, નર્સિંગ કોવિડ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોલેશનમાં 53 દર્દી દાખલ છે જેમાં પોઝિટિવ દર્દી 4 અને નેગેટિવ દર્દી 46 છે. 16 દર્દી બાયપેપ પર છે. 3 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે સેમી આઇસોમાં 120 દર્દી દાખલ છે. નર્સિંગ કોવિડ હોસ્પિટલના પહેલા માળે 30 દર્દી, બીજા માળે 30 દર્દી અને ત્રીજા માળે 40 દર્દી દાખલ છે.

પોરબંદરની 8 ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ?
પોરબંદરની 7 અને રાણાવાવની 1 હોસ્પિટલ એમ કુલ 8 ખાનગી હોસ્પિટલ ખાતે 151 બેડ છે અને તમામ બેડ દર્દીઓથી ભરેલા છે.

અન્ય સમાચારો પણ છે...