લોક ફરિયાદ:મામલતદાર, તોલમાપ કચેરી એકબીજાને ખો આપી રહ્યા છે, પાન-બીડીના કાળાબજાર કરવામાં આવી રહ્યા છે

રાણાવાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના પગલે લાંબા સમય સુધી બંધ રહેલી રાણાવાવની પાન-બીડીની દુકાનો તો ખૂલ્લી ગઇ છે પરંતુ દુકાનદારો દ્વારા પાન-બીડીના કાળાબજાર કરવામાં આવી રહ્યા છે. અને જે અંગે ફરીયાદ કરવા જતા મામલદાર કચેરી અને તોલમાપ કચેરી એકબીજાને ખો આપી રહ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકઊન દરમ્યાન પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરની પાન-બીડીની દુકાનો લાંબા સમય સુધી બંધ રહી હતી, જેના પરીણામે પાન-બીડીની મોટા પ્રમાણમાં અછત સર્જાઇ હતી, દરમ્યાન સરકાર દ્વારા પોરબંદર જીલ્લામાં ચોથા લોકડાઊન દરમ્યાન પાન-બીડીના વેપારીઓને વેપાર કરવાની મંજુરી આપી દેવામાં આવતા, પાન-બીડીની દુકાનો તો ખૂલ્લી ગઇ છે પરંતુ આ દુકાનદારો અછત નો ગેરલાભ લઇને કાળીબજાર કરી રહ્યા હોવાથી પ્રજાજનોએ મામલતદાર કચેરીમાં ફરીયાદ કરી હતી, ફરીયાદના પગલે મામલતદારે  ‘પુરાવા મળશે તો કાર્યવાહી કરાશે’ તેવું જણાવ્યા બાદ લોકોએ કાળાબજાર થતી હોવાનો વિડીયો બનાવી રાણાવાવના મામલતદારને સુપ્રત કર્યો હતો, પુરાવા આપ્યા બાદ પણ કાળાબજારીઓ સામે પગલા લેવાના બદલે મામલતદારે તોલમાપ કચેરીના અધિકારીઓ પાસે પોતે જાત તપાસ કરી રહ્યા છે તેવું કહીને લેખીતમાં અરજી  આપો તેવું કહેતા રાણાવાવના નાગરીકોએ રાણાવાવના મામલતદારને લેખીતમાં અરજી આપી છે.

અન્ય સમાચારો પણ છે...