કચરાનાં નિકાલ અંગે માર્ગદર્શન:ખેતીનાં કચરાનું સેન્દ્રીય ખાતર બનાવી તેનો ફરી ઉપયોગ કરો

રાણાવાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણાબરોડીમાં કચરાનાં નિકાલ અંગે માર્ગદર્શન અપાયું

રાણાબોરડીમાં પર્યાવરણ બચાવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઈ મોરી, ગ્રામ પંચાયતના સદસ્યો, આંગળવાડી કાર્યકરો, પ્રા.શાળાના શિક્ષકો, ગામના વડીલો, મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા લોકોને પ્રોજેક્ટરથી ફિલ્મ અને પ્રેઝન્ટેશન દ્વારા ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અને કચરાથી ઉદ્ભવતી પર્યાવરણીય માઠી અસરો અને અંગેની સમજ આપવામાં આવી હતી.

ઉપરાંત સાથે સાથે સુકો અને ભીનો કચરો અલગ રાખવો અને તેનું વ્યવસ્થાપન કરવું, ઘરમાંથી નીકળતો કચરો વપરાયેલ ગંદુ પાણી, વધેલ ખોરાક તેમજ પશુઓનું છાણ વાસીદું યોગ્ય નિકાલ કરવો અને ખેતરમાંથી નીકળતા કચરો ખાડો કરી અંદર જરૂરી માત્રામાં પાણી નાખી સેન્દ્રીય ખાતર બનાવી ખાતર તરીકે ઉપયોગ કરવો. વૃક્ષોનું વાવેતર અને જતન કરવું, વૃક્ષની ઉપયોગીતા અને પર્યાવરણમા વૃક્ષોનું મહત્વની સમજ આપવામાં આવી. ઊર્જા કે વિજળીની બચત કરી પાણી,પવન અને સોલર દ્વારા ઉત્પન્ન થતી વિજળીનો ઉપયોગ વધારવો અને વિજળીનો જરુરીયાત મુજબ કરકસર યુક્ત વપરાશ કરવો વગેરેની સમજ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...