તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રાણાવાવમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની મુદ્દત વધારવા રજૂઆત

રાણાવાવ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મગફળીની ટેકાના ભાવે ખરીદીની મુદ્દતમાં વધારો કરવા માંગ કરાઈ - Divya Bhaskar
મગફળીની ટેકાના ભાવે ખરીદીની મુદ્દતમાં વધારો કરવા માંગ કરાઈ
 • બાકી રહેલ ખેડૂતોને ફરીથી SMS કરી બોલાવવામાં આવે તેવી માંગ ઉઠી

પોરબંદર જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની મુદ્દતમાં વધારો કરવા માંગ કરાઈ હતી. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયાએ કૃષિમંત્રીને લેખિત રજુઆત કરી હતી. પોરબંદર જીલ્લામાં જે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અનિવાર્ય સંજોગોને કારણે ખેડૂતો બાકી રહી ગયેલ હોય તેમની ફેર મેસેજ મોકલાવીને ખરીદીમાં જે 5 ડીસેમ્બર પૂર્ણ થવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે તેમાં 10 દિવસની મુદ્દત વધારી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

પોરબંદર જીલ્લામાં કમોસમી વરસાદને માવડાને કારણે તેમજ કોરોના મહામારીને લીધે તેમજ ખેતમજુરોના મળવાને લીધે ખેડૂતો પોતાનો પાક સમયસર તૈયાર કરી શકેલ ના હોય અને અન્ય કારણો જેવા કે, સેન્ટરથી મેસેજ કે ફોન ના મળતા, હજુ ઘણા ખેડૂતો પોતાની મગફળી વેચવાથી વંચિત રહી ગયેલા હોય તેવા તમામ ખેડૂતોને સરકારે મુદ્દતમાં 10 દિવસ એટલે કે 15 ડીસેમ્બર સુધી વધારી આપવામાં આવે અને હાલ પોરબંદરમાં કુલ 6104 અરજીઓ આવેલ તેમાં 5190ને બોલાવેલ તેઓ 313 આવેલ, 330 પાસ અને 10 રીજેકટ થયેલ, કુલ 20499 જોખાયેલ જયારે રાણાવાવ 2167 આવેલ, 2369 બોલાવેલ, 243 આવેલ, 224 પાસ, 19 રીજેકટ, કુલ 14946 બારદાન જયારે કુતિયાણામાં 3163 અરજીઓ આવેલ તેમાં 2719 બોલાવેલ, 456 આવેલ, 414 પાસ થયેલ, 42 રીજેકટ થયેલ 2604 બારદાન જોખાયેલ ત્યારે મગફળી ખરીદી સમયમર્યાદામાં વધારો કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો