વાલ્મિકી સમાજ દ્વારા પહેલ:સમાજના ધોરણ 1 થી 9 સુધીના બાળકોને ફ્રિમાં ટ્યુશન અપાશે

રાણાવાવ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્યુશન કલાસનો શુભારંભ કરાયો

વાલ્મિકી સમાજ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે પહેલ કરવામાં આવી છે. સમાજના ધો.1 થી 9 સુધીના બાળકોને વિનામૂલ્યે ટ્યુશન અપાશે. ટ્યુશન કલાસનો શુભારંભ કરાયો છે. વાલ્મિકી સમાજ દ્વારા પોતાના સમાજના બાળકો શિક્ષણમાં આગળ આવે તેવા ઉમદા હેતુથી વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 9 સુધીના તમામ બાળકો- તરૂણોને વિનામૂલ્યે ટ્યુશન શિક્ષણ આપવામાં આવશે એટલુંજ નહિ પરંતુ અભ્યાસ માટે સ્ટેશનરી પણ આપવામાં આવશે.

આ ટ્યુશન કલાસીસનો શુભારંભ રાણાવાવ પાલિકાના અધ્યક્ષ મેરુભાઈ ઓડેદરાના હસ્તે કરવામાં આવ્યો છે. આ ટ્યુશન ક્લાસિસમાં પોતાના સમાજના શિક્ષિત અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા 7 જેટલા યુવાનો કોઈપણ જાતનું મહેનતાણું લીધા વિના સેવા આપવા તૈયાર થયા છે. આ શુભારંભ પ્રસંગે પાલિકાના સભ્ય મહેશભાઈ ઓડેદરા, વાલ્મિકી સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહી આ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...