કૃષિ:રાણાવાવ પંથકમાં મગફળીના પાકની સાચવણીમાં ખેડૂતો જોતરાયા

રાણાવાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં મગફળીના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદ અને ઉપરવાસના વિસ્તારોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા મોટા ભાગના મગફળીના પાકનું નીકળ્યું છે. અને જમીનનું ધોવાણ થયું છે ત્યારે રાણાવાવ પંથકમાં અમુક વિસ્તારોમાં મગફળીનો પાક સારો એવો છે ત્યારે રાણાવાવની પાઉ સીમ વિસ્તારમાં મગફળીના પાકની સાચવણીમાં ખેડૂતો જોતરાયા છે. આ અંગે ખેડૂત અગ્રણી પ્રતાપભાઈ ખિસ્તરીયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એક બાજુ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થતા પાકનું નિકંદન નીકળ્યું હતું તો બીજી તરફ ગેરુ નામનો રોગ આવ્યો હતો જેથી ખેડૂતોને મગફળીના ઉત્પાદનમા ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...