કાર્યવાહી:રાણાવાવમાં ટ્રક ચોરાયો હોવાની ખોટી પોલીસ ફરિયાદ

રાણાવાવ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીએ ટ્રક વેચી નાખ્યો હોવાનું સામે આવ્યું, પોલીસે ધરપકડ કરી

રાણાવાવ પોલીસ મથકે એક ફરિયાદીએ પોતાનો ટ્રક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા ફરિયાદીએ પોતાનો ટ્રક વેચી ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદીની ધરપકડ કરી છે. રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીથી જાંબુવતીની ગુફા તરફ જતા રસ્તા ઉપરથી તારીખ 1/9/2022ના રોજ ધરમપુર રહેતા ફરિયાદી ભીખુ હીરાભાઈ મોરીએ પોતાનો ટ્રક નંબર GJ04X 8866ની ચોરી થયાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. ડી. જાદવ તથા તેમના સ્ટાફે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

જેમાં ફરિયાદીએ પોતાનો ટ્રક પોતે જ જામનગરના ખાવડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ નથુભાઈ જાદવને વેચાણ આપેલ હોય તેવું સામે આવ્યું હતું અને ફરિયાદીએ ખોટી કહાની બનાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ચોરીની ખોટી ફરિયાદ લખાવેલ હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદી ભીખુની ધરપકડ કરેલ અને વેચાણ કરેલું ટ્રક પોલીસે તપાસ માટે કબ્જે કરેલ છે. તસવીર - દિલીપભાઇ જોષી

અન્ય સમાચારો પણ છે...