જાન હાનિ ટળી:રાણાવાવમાં વેલ્ડીંગ વર્કસમાં ટ્રકની બોડીમાં આગ લાગતાં બળીને ખાક

રાણાવાવ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની ટીમે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

રાણાવાવ શહેરમાં આવેલ ખાખરીયા ચોકડી પાસે શિવ કૃપા વેલ્ડીંગ વર્કસમાં ટ્રકનું બોડી કામ ચાલુ હતું. વેલ્ડીંગ વર્કસમાં બોડી કામ ચાલુ હતું, તે સમય દરમિયાન અચાનક જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકની બોડીમાં કામ દરમિયાન લાગેલ આગ બેકાબૂ બનતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ટ્રકની બોડીમાં આગ લગતા એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફડા તફડી મચી હતી.

ટ્રકની બોડીમાં આગ લાગી હોવાના પગલે અહિં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ટ્રકની બોડીમાં લાગેલ આગ જોતજોતામાં આખા ટ્રકમાં ચાપી ગઈ હતી, અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. 20 ફૂટ ઊંચે આગની જ્વાળા પ્રસરી હતી. ઉપર ઇલેક્ટ્રીકના વાયરો પસાર થતા હોય, તે પણ બળીને તૂટી ગયા છે.

આગ લાગી હોવા અંગેની જાણ નગરપાલિકાના અધ્યક્ષ મેરુભાઈને કરવામાં આવી હતી. અને તેમણે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ગાડી મોકલી આપી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા, અને આગ પર કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

શિવ કૃપા વેલ્ડીંગ વર્કસના કામદારોની સમય સૂચકથી જાન હાનિ ટળી
રાણાવાવના શિવ કૃપા વેલ્ડીંગ વર્કસમાં ચાલુ કામ દરમિયાન ટ્રકની બોડીમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૨૦ ફૂટ ઊંચે આગની વરાળ નીકળી હતી. ત્યારે શિવ કૃપા વેલ્ડીંગ વર્કસના કામદારોની સમયસૂચકતાથી જાનહાની ટળી હતી. અને કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

ટ્રકના ડીઝલની ટાંકી ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
​​​​​​​ટ્રકની બોડીમાં આગ લાગી હતી, અને જોત જોતામાં આખા ટ્રકમાં આગ ચાંપી હતી, ત્યારે ટ્રકની ડીઝલ ટાંકીમાં પણ આગ લાગી હતી. જેથી ડીઝલની ટાંકી ફાટી ગઈ હતી, અને ડીઝલની ટાંકી ફાટી જતા લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આગના ગોટેગોટા ઉંચે સુધી ફેલાયા હતા.

સ્થાનિક દુકાનદારોમાં નાસભાગ મચી
ટ્રકમાં રહેલ ડીઝલની ટાંકીમાં આગ ચાંપતા ડીઝલની ટાંકી ફાટી ગઈ હતી, અને ડીઝલની ટાંકી ફાટતાં આગના ગોટેગોટા ઉંચે સુધી ફેલાયેલા હતા. જેથી આસપાસના દુકાનદારોમાં નાસભાગ થઈ હતી, અને દુકાનદારો પણ ગભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...