શ્રેષ્ઠ કામગીરી:અમરગામની મહિલાને અધૂરા માસે પ્રસુતિની પીડા થતાં 108ની ટીમે સ્થળ પર નોર્મલ ડિલીવરી કરાવી

રાણાવાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગળામાં નાળ ફસાયેલી હોવાથી ધ્યાન પૂર્વક સરકાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો

રાણાવાવ તાલુકાના અમરગામ વાડી વિસ્તારમાં ખેત મજુરી કરતા  મુળ મધ્યપ્રદેશના મંજુલાબેનને  ગત તારીખ 29 મેના રોજ સવારે અધુરા માસે પ્રસુતિની પીડા ઉપજતા મહિયારી 108 ની ટીમે અમરગામના વાડી વિસ્તારમાં સ્થળ પર નોર્મલ ડિલેવરી કરાવી મહિલા અને બાળકને વધુ સારવાર માટે હોસ્પિટલ રીફર કર્યા હતા. 108 ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી સગર્ભા મહિલાની તપાસ કરતા જણાયુ કે, મહિલાને વધું દુઃખાવો હોવાથી 108 એબ્યુલન્સનાં ઇ.એ.ટી આરતીબેન જાડેજા અને પાયલોટ સરમણ ચાવડાએ પીડીતાની હાલત ખુબજ નાજુક હોય અને અધૂરા મહિનાની જ પ્રેગ્નેન્સી હોય, જેથી ઘટના સ્થળ પર જ ડીલેવરી કરવાની જરૂર પડી હતી. બાળકના ગળામાં નાળ ફસાયેલી હોવાથી નાળ ખુબજ ધ્યાન પૂર્વક સરકાવી અને બાળકનો અને માતાનો જીવ બચાવીને વધુ સારવાર માટે એમ.આર.લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે સુરક્ષિત પહોચાડ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...